સોનગઢ પોલીસે નવા આરટીઓ ચેક પોસ્ટ પાસેથી દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડયો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૪૭,૭૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ત્રણ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે સોનગઢ નવા RTO ચેક પોસ્ટ ખાતે થી આકાશ ગગનદાસ રાજપાલ (ઉ.વ.૨૩, રહે.નંદુરબાર, જુની સિંધી કોલોની તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર )ના કબજામાંથી પાસ પરમીટ વગરની ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસ સ્ટાફના માણસો આકાશ ગગનદાસ રાજપાલ ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪૬,૧૩૦/- તથા રોકડ રૂપિયા ૪૩૦/- અને મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૪૭,૦૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર જય ગગનદાસ રાજપાલ (રહે.નંદુરબાર,સિંધી કોલોની તા.જી.નંદુરબાર(મહા.) તથા ફતેશ શંકરલાલ લોહાર (રહે.સુરત ગંગાનગર સોસાયટી. ઉગત કેનાલ રોડ, રાંદેર, સુરત) તથા દારૂનો જથ્થો મંગાવનાર સુરતનો એક ઈસમ એમ મળી કુલ ત્રણે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590