તાપી જિલ્લા એલ.સી.બી.અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એ સોનગઢના પોખરણ ગામ ખાતેથી ઇલેક્ટ્રોનિક્સ આઈટમની આડમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડયો હતો.તેમજ અંદાજે કુલ કિંમત રૂપિયા ૨૦.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને ૬ જેટલા વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલ.સી.બી.અને પેરોલ- ફર્લો સ્કોડ તાપીના પોલીસ સ્ટાફના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. બિપીનભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક આઇસર ટેમ્પો રજી.નં.- MH-04-KU-7110 માં એક ઇસમ મહારાષ્ટ્રના નવાપુર ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નવાપુરથી નીકળી સોનગઢ થઇ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પોખરણ ગામની સીમમાં ને.હા.નં.૫૩ પર સોનગઢથી વ્યારા જતા ટ્રેક પર હોટલ ગ્રાન્ડ તુલસી સામે વોચ ગોઠવી હતી.તે વેળાએ આયસર ટેમ્પો રજી.નં.- MH-04-KU-7110 આવતા તેને આયોજન પુર્વક ખાનગી વાહનોની આડાશથી રોકવામાં આવ્યો હતો.અને તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે આયશર ટેમ્પોમાં ઇલેક્ટ્રોનીક્સ આયટમની બીલ્ટીની આડમાં ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે આઇસર ચાલક વિકાસ પ્રકાશ કાપુરે (રહે.ભિવંડી, જી.ઠાણે મહારાષ્ટ્ર) ની અટકાયત કરી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧૦,૮૭,૨૦૦/- તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧૦ લાખ તથા મોબાઇલ જેની કિંમત રૂપિયા ૫ હાજર તથા રોકડા રૂપિયા ૨,૪૧૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૦,૯૪,૬૧૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને અન્ય છ જેટલા ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590