ઝઘડીયા પોલીસ સ્ટાફના પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન મળેલી બાતમી આધારે મુલદ ગામે નવી વસાહતમાં રહેતા નરેશ ઉર્ફે લંગડો શાંતિલાલ વસાવાના ઘરે રેઇડ કરતા, તેને પોતાના રહેણાક ઘરની અંદર ટેબલની નીચે ગોદડામાં વેચાણ કરવાના ઇરાદે સંતાડી રાખેલ ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની રૂપિયા ૨૬,૧૦૦ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ ૧૮૦ બોટલો મળી આવી હતી, સ્થળ પરથી ઝઘડિયા પોલીસે નરેશ ઉર્ફે લંગડો શાંતીલાલ વસાવાને ઝડપી લઈ તેને વિરૂદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અન્ય એક ઇસમ અનિલ વસાવા રહે.વાડી તા.ઉમરપાડા, જી.સુરત ને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી લેવા ઝઘડિયા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590