પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ૯૧ નવા ૧૦૦W FM ટ્રાન્સમિટર્સના શુભારંભથી દેશમાં રેડિયો કનેક્ટિવિટીને વધુ વેગ મળશે
દેશમાં રેડિયો કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી પ્રયાસોથી તા. ૨૮મી એપ્રિલ, શુક્રવારના રોજ સમગ્ર દેશમાં ૯૧ FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે પૈકી ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગર સહિત મોડાસા, બોટાદ, દાહોદ, ખંભાળિયા, વેરાવળ, રાધનપુર, સુરેન્દ્રનગર, થરાદ અને વલસાડનો પણ સમાવેશ થાય છે.
આ પ્રસંગે ઓનલાઇન વર્ચ્યુઅલ ના માધ્યમથી દેશને સંબોધતા, પ્રધાનમંત્રીએ કાર્યક્રમમાં અસંખ્ય પદ્મ પુરસ્કારોની હાજરીની નોંધ લઈ તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજનો દિવસ ઓલ ઈન્ડિયા એફએમ બનવાની દિશામાં ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા એફએમ સેવાઓના વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે રેખાંકિત કર્યું કે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ૯૧ એફએમ ટ્રાન્સમિટરની શરૂઆત ૮૫ જિલ્લાઓ અને દેશના ૨ કરોડ લોકો માટે ભેટ સમાન છે. એક રીતે, પ્રધાનમંત્રીએ કહ્યું, તે ભારતની વિવિધતા અને રંગોની ઝલક આપે છે. તેમણે માહિતી આપી હતી કે નવા ૯૧ એફએમ ટ્રાન્સમિટર્સ હેઠળ આવરી લેવામાં આવેલા જિલ્લાઓ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને તાલુકાઓ છે અને આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે ઓલ ઈન્ડિયા રેડિયો ને અભિનંદન આપ્યા હતા. તેમણે પૂર્વોત્તરના નાગરિકોને પણ અભિનંદન આપ્યા જેમને આનાથી ઘણો ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ ભાષાકીય વિવિધતા ના પરિમાણ પર સ્પર્શ કર્યો અને માહિતી આપી કે એફએમ ટ્રાન્સમિશન તમામ ભાષાઓમાં અને ખાસ કરીને ૨૭ બોલીઓવાળા પ્રદેશોમાં થશે. “આ કનેક્ટિવિટી માત્ર સંદેશાવ્યવહારના સાધનો ને જોડતી નથી પરંતુ તે લોકોને પણ જોડે છે
નર્મદા જિલ્લાના એકતાનગર(કેવડિયા) ખાતે આકાશવાણીનું રેડિયો સ્ટેશન ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુર જિલ્લાના પદ્મશ્રી પરેશભાઈ રાઠવા, તાપી જિલ્લાના પદ્મશ્રી રમીલાબેન ગામીત, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા સંગઠન ના અગ્રણી વિક્રમભાઈ તડવી અને જયાબેન ધામેલ સહિત અન્ય અગ્રણીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તથા પ્રસાર ભારતીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લું મુકાયું હતું દેશમાં FM કનેક્ટિવિટી વધારવાની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ૧૮ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૫ જિલ્લાઓમાં ૯૧ નવા ૧૦૦W FM ટ્રાન્સમિટર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590