સોનગઢના બાપાસીતારામ નગરમાં ગંજી પાના નો પૈસાનો હાર જીતનો જુગાર રમતા 5 જુગારીઓને તાપી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા,તેમજ જુગારીઓ પાસેથી 81,980/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢ બાપાસીતારામ ફળિયામાં ટેકરા ઉપર ગણેશગીરી હાટુગીરી ગોસ્વામી ના ઘરના ઓટલા ઉપર કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાના પૈસાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે એલસીબી સ્ટાફના માણસો એ બાતમીના આધારે રેઇડ કરી હતી.ત્યારે સ્થળ પર પાંચ જુગારીઓની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબીએ (1)વિજેશગીરી સોમગીરી ગોસ્વામી,(2)સાહદુબ અકબરભાઇ ખાટીક,(3) ગગન ગીરી ગોવિંદ ગીરી ગોસ્વામી,(4)પ્રશાંતગીરી શંભુગીરી ગોસ્વામી(ચારેય રહે. બાપા સીતારામ નગર સોનગઢ,તા.સોનગઢ જી.તાપી) અને (5)ધનરાજ સાવકારીયા ગાળગે (રહે. ડેપો ફળીયુ,સોનગઢ તા.સોનગઢ જી.તાપી) એમ મળી કુલ પાંચ જુગારીઓની ધરપકડ કરી છે.
તેમજ દાવ પર રોકડા રૂપિયા 16,980/- તથા તથા મોબાઇલ નંગ-6 જેની કિ.રૂ.65,000/- મળી કુલ કિંમત 81,980/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590