સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, તથા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ, ૨૦૨૩માં રંભાસના જ્ઞાનસેવા વિદ્યા સંકુલનાં વિધાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ અને મંગલ નયન સ્વામી ના માર્ગદર્શન હેઠળ ચાલતા જ્ઞાન સેવા વિદ્યા સંકુલ, રંભાસનાં વિદ્યાર્થિની બહિરામ શિવાનીબેન સુરેશભાઈએ તાજેતરમાં આહવા ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના શાળાકીય રમતોત્સવ માં યોગાસનની (અંડર-૧૭) સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા કક્ષાએ યોજાયેલ શાળાકીય રમતોત્સવ માં કબડ્ડીની ઇવેન્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી, સાપુતારા ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના શાળાકીય રમતોત્સવમાં કબડ્ડી (અંડર-૧૭) ની સ્પર્ધામાં વઘઈ તાલુકા નું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી કબડ્ડીની રમતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
જ્યારે જિલ્લા કક્ષાની એથલેટિક્સ રમતોમાં પણ શાળાના વિદ્યાર્થીઓ અદ્ભુત પ્રદર્શન કરી ઝળક્યા હતા. વિવિધ રમતો પૈકી ગોળા ફેંક (અંડર-૧૯) સ્પર્ધામાં ધોરણ ૧૨ના વિદ્યાર્થી, ભોયે દિવ્યેશભાઈ દશરથભાઈ અને લાંબી કૂદ (અંડર-૧૯) સ્પર્ધામાં ધોરણ-૧૨ની વિદ્યાર્થીની, બોચલ રૂપાલીબેન સોનિયાભાઈ એ, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરોકત તમામ વિજેતા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી અને સફળતાથી શાળા પરિવારમાં ખુશી અને ગર્વની લાગણી અનુભવાઇ હતી. તમામ વિધાર્થીઓ કે તેમના જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું, તેનું આ ઉપલબ્ધિ મેળવવા બદલ શાળાના માર્ગદર્શક એવા મંગલ નયન સ્વામી, મુનીચરણ સ્વામી, ટ્રસ્ટીઓ અને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હવે પછી જ્ઞાન સેવા વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ આગામી સમયમાં ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતા રાજ્ય કક્ષાએ ભાગ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590