જાહેરમા કોરડા મારવા, ત્રાસ ઉત્પિડન, આરોપીઓના ઘરોની તોડફોડ, માનવ અધિકારોના ઉલ્લંઘન સહિત અનેક મુદ્દાઓ સામેલ.
MCC કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા કરવામાં આવી રીટ પીટીશન : વધુ સુનાવણી બુધવારે
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આજે PIL 61/2023 દાખલ કરવામાં આવી છે. મુજાહિદ નફીસ (કન્વીનર માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી) અને લોક અધિકાર સંઘ એ, જુનાગઢ પોલીસ દ્વારા જાહેરમાં કોરડા મારવા, ત્રાસ, ઉત્પીડન અને માનવ અધિકારોના ઉલ્લંઘન ઉપરાંત તેમના કબજા હેઠળના શંકાસ્પદ/આરોપીઓના ઘરોની તોડફોડ ના મુદ્દાઓ પર હાઇકોર્ટમાં પીઆઇએલ સબમીટ કરાવી છે. જેની વધુ સુનાવણી 28/06 બુધવારે કરવામાં આવશે.
દશેક દિવસ અગાઉ જુનાગઢના મજેડીયા દરવાજા પાસે આવેલ એક દરગાહ બિનકાયદેસર હોવાની કોર્પોરેશન દ્વારા નોટિસ જોટાડવામા આવતા લોકોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. જો કે આ દરગાહ ગુજરાત વકફ બોર્ડમાં નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે શરૂ થયેલા ઘર્ષણ અથડાણ મા પલટાઈ ગયું હતું. જોકે પોલીસ સામે પથરાવ ની ઘટના ને લઈને ટીકાઓ પણ થઈ હતી. પરંતુ આ ઘટના બાદ પોલીસની કાર્યવાહીને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેમાં ખાસ કરીને દરગાહની સામે આરોપીઓને ઉભા રાખી જાહેરમા કોરડા મારવા અને તેનો વિડીયો બનાવી વાયરલ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ આરોપીના ઘરોમાં તોડફોડ સહિતની અનેક અતિશયોક્તિ પર સંદેહ હોવા છતાં અનેક નામી અનામી સંસ્થાઓ અને કહેવાતા સેવાભાવી નેતાઓની અસમંજસ વચ્ચે માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન કરી જૂનાગઢ પોલીસની અતિશયોક્તિ પર સવાલો કર્યા છે. આ બાબતે ગુજરાત હાઈકોર્ટે બુધવારે વધુ સુનાવણી હાથ ધરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590