મેળાનો આજે બીજો દિવસ ,બળદો મેળામાં આકર્ષણનું કેન્દ્ર
મહેશ પાડવી /નિઝર : તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પાટી ગામે દર વર્ષે હનુમાન જયંતીના દિવસે પાટીમાતાના મેળાનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે ભરાતો આ મેળો ત્રણ દિવસ સુધી ચાલે છે.જેમાં હજારોની સંખ્યામાં લોકો મેળો જોવા આવી પહોંચતા હોય છે.
કુકરમુંડા તાલુકાના પાટી ગામ નો મેળો મેળો વર્ષ 1968-1969 મા ઉકાઈ વિસ્થાપિત થયા તે પહેલા પણ આ મેળો ભરાતો હતો.અને હવે પણ આ મેળો દર વર્ષે હનુમાન જયંતીના દિવસે પરંપરાગત રીતે ભરાય છે.જે ત્રણ દિવસ સુધી ચાલે છે.આ મેળામાં બળદો આકર્ષણનું કેન્દ્ર બની રહેતા છે.જેથી દૂર દૂરથી લોકો બળદોને જોવા આવતા હોય છે.તેમજ બળદોની ખરીદી કરવા આવતા હોય છે. પાટી માતાજીના મેળામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ખેતીવાડીના સાધનો વેચવા માટે મદય પ્રદેશ ,મહારાષ્ટ્ર અને ગુજરાત ના વેપારી ભાઈઓ અહીં આવતા હોય છે.
નિઝર-કુકરમુંડા અને મહારાષ્ટ્રના તલોદા,અક્કલકુવા ,નવાપુર અને નંદુરબાર જેવા વિસ્તારોના લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી મેળામાં ખેતીવાડીના સાધનો વધારે પ્રમાણમાં વેચાતા હોય છે.જેવા કે , બળદગાડુ ,હળ ,પાવડાઓ અને અન્ય ખેતીવાડી માં વાપરવામાં આવતી વસ્તુઓ મેળામાં મળી જતી હોય છે.જ્યારે બળદો નું વેચાણ વધારે પ્રમાણ થતું હોવાથી અહીં મેળામાં દૂર દૂરથી ખેડૂત ભાઈઓ બળદો ખરીદી કરવા આવતા હોય છે.જ્યારે એક જોડી બળદોની કિમંતની કિમંત ૫૦ હજારથી એક લાખ સુધી હોય છે.આ વર્ષે યોજાયેલા મેળામાં રાત્રિના સમયે લોકોની વધુ ભીડ જોવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590