ડોલવણ તાલુકાના બામણવા માળ દૂર ગામમાં જૂની અદાવત રાખી બે પક્ષોએ લોખંડની પરાઈ અને ફાયબરના પાઇપ વડે એકબીજાને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના બામણામાળ દૂર ગામના રોતિક કનુ ઢોડિયા પટેલ (રહે.ગામીત ફળિયું,બામણામાળ દૂર તા.ડોલવણ જિ.તાપી) પોતાની મોટર સાયકલ લઇ વલવાડા જતા હતા.વિનોદ જગુ પટેલ ની દુકાન ના આંગણામાંથી રોતીક પટેલ પસાર થતા હતા.ત્યારે તેમને ત્યાં રોકવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે,અગાઉ રોતિક પટેલ ના પિતા અને વિનોદ જગુ પટેલ વચ્ચે રસ્તો સાંકડો આપવા બાબતે ઝઘડો થયો હતો.જેની અદાવત રાખી વિનોદ જગુ પટેલ તથા તેમનો દીકરો નરેશ સાથે રોતિક પટેલની બોલાચાલી થઈ હતી.અને દુકાનના આંગણામાં પડેલ ફાઇબરના પાઇપ વડે તથા લોખંડની પરાઇ વડે તેમની વચ્ચે મારામારી થઈ હતી. તેમજ રોતીક પટેલ ને બચાવવા વચ્ચે પડેલા જીગ્નેશ ભરતભાઈ પટેલ ને પણ માર મારવામાં આવ્યો હતો.બંને પક્ષો વચ્ચે મારા મારી થતા સામસામે ડોલવણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં રોતિક કનુ પટેલ એ (1) વિનોદ જગુ પટેલ અને (2) નરેશ વિનોદ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ નરેશ વિનોદ પટેલ એ (1) રોતિક કનુ પટેલ અને (2) જીગ્નેશ ભરત પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590