સોનગઢથી માંડવી જવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે
માંડવી-શેરૂલ્લા રસ્તા પર ખેરવાડા ગામ પાસે અંજના નદી તથા લીંબી ગામ પાસે ધામણી નદી પર આવેલા પુલો એન.ડી.ટી ટેસ્ટના પરીણામો મુજબ નબળા હોઈ, ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ આવશ્યક હોવાથી આ પુલો પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવા તથા આ રસ્તા પરથી પસાર થતા વાહનોને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામુ લંબાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી દ્વારા જણાવાયું છે.
આ જાહેરનામા અનુસાર સોનગઢથી માંડવી જવા માટે સોનગઢ થી ઇન્દુ (વ્યારા) એન.એચ.એ.આઇ.-૫૩ (૧૯૦૦ કિ.મી.) તથા ઇન્દુથી માંડવી (ઊંચામાળા બેડકુવા-રતનીયા-તરસાડા) એન.એચ.-૫૬ (૨૭.૦૦ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.આ જાહેરનામું આગામી તા.૨૫.૦3.૨૦૨૪ થી ૧૩.૦૫.૨૦૨૪ સુધી અમલમાં રહેશે. નાગરિકો માટે મુશ્કેલી ન સર્જય તે માટે દિશા સુચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતનાં બોર્ડ કાર્યપાલક ઇજનેર, મા.મ.સ્ટેટ, વિભાગ, તાપી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590