Latest News

શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા જનજાગૃતી કાર્યક્રમો યોજાયા

Proud Tapi 28 Jan, 2025 07:15 AM ગુજરાત

શાળા સલામતિ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત ૧૧ ફાયર ડેમો અને  ૧૦૮ ઇમજ્ન્સી સેવાના ૩૬ ડેમો બતાવવામાં આવ્યા

તાપી જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી થી તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તેમજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી તાપી- વ્યારા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાત શાળા સલામતી સપ્તાહ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રાથમિક શાળાઓમાં પાંચ દિવસ દરમ્યાન અલગ અલગ પ્રવૃતિઓમાં પુર, વાવાઝોડુ, આગ,ભુકંપ તથા અન્ય આપત્તિઓ દરમ્યાન શુ કરવુ અને શુ ન કરવુ, તે વિશે સમજણ આપવામાં  આવી હતી.

શાળા સલામતીના ભાગરૂપે  કલેક્ટર ડૉ વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહ દરમિયાન જિલ્લામાં આવેલ ફાયર વિભાગ સોનગઢ નગરપાલિકા દ્વારા ચકવાણ, આમલગુડી, ગાળકુવા પ્રાથમિક તેમજ વ્યારા તાલુકામાં ફાયર વિભાગ વ્યારા નગરપાલિકા દ્વારા તાલુકા શાળા વ્યારા અને પ્રાથમિક શાળા કપુરા ખાતે શાળા બાળકો/વાલીઓ /શિક્ષકોઓને આગ સલામતી બાબતે રેસ્ક્યુ વાન દ્વારા અને અગ્નિશામક સાધનો દ્વારા ડેમોસ્ટ્રેશન કરી સમજુત કરવા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતા.  શાલા સલામતિ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત ૧૧ ફાયર ડેમો અને ૩૬ ડેમો ૧૦૮ ઇમજ્ન્સી સેવાના બતાવવામાં આવ્યા હતા.જિલ્લામાં યોજાયેલા  શાળા સલામતી કાર્યક્રમનું સંચાલન કલેકટર કચેરી, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેંટ વિભાગના જિલ્લા પ્રોજેકટ અધિકારી-આપત્તિ વ્યવસ્થાપન કે. કે ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post