મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝરના સેલુ ગામે ખેતી બાબતે બે પક્ષોનો કેસ પ્રાંત ઓફિસમાં ચાલી રહ્યો હતો.જેમાં એક પક્ષના તરફેણમાં કેસ આવતા, બંને પિતરાઈ ભાઈઓ એકબીજાની ઉશ્કેરણી કરતા હતા અને મામલો બગાડતા બંને વચ્ચે મારામારી થઈ હતી ,તેમજ પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બંને પિતરાઈ ભાઈઓને ઇજાઓ પહોંચી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
નિઝરના સેલુ ગામે રહેતા સુનિલ ભગવાન પટેલ નો તેમના કાકા ધનરાજ પટેલ સાથે ખેતી બાબતે નિઝર પ્રાંત ઓફિસ માં કેસ ચાલી રહ્યો હતો. જે કેસ ૭-૮ મહિના પહેલા કાકા ધનરાજ પટેલના તરફેણમાં આવ્યો હતો.જે બાદ કાકા નો પુત્ર અરવિંદ ધનરાજ પટેલ એ સુનિલ પટેલને ઉશ્કેરણી કરતા હતા.
ત્યારે સુનિલ પટેલ પોતાના ખેતરે થી પોતાના ઘરે આવી ઘરની સામે મોટર સાયકલ ઉભી રાખતા હતા.તે વેળાએ અરવિંદ પટેલ પોતાની મોટર સાયકલ સુનિલની મોટરસાયકલ નજીકથી પસાર થતો હતો.ત્યારે સુનિલે તેને કહેવા જતા, અરવિંદે ખેતરની જૂની અદાવત રાખી માં બેન સમાણી બીભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.અને પછી બંને પિતરાઈ ભાઈઓ વચ્ચે ઝઘડો થવા લાગ્યો હતો. તેમજ બંને એકબીજાને પાવડા વડે માર માર્યો હતો.જેમાં બંને ભાઈઓને ઈજાઓ પહોંચી હતી.તેમજ બંને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590