ડાંગના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી આર.સી.ચૌહાણ ની અધ્યક્ષતામાં તાજેતરમા સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે જિલ્લા નિરીક્ષણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજવામા આવી હતી. દરમિયાન અગાઉ ની બેઠકોની કાર્યવાહી નોંધ વંચાણે લઇ સર્વ સંમતિથી તેને બહાલી આપી, જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ની કલમ-૫૪ મુજબ, જુવેનાઇલ જસ્ટીસ એકટ રૂલ્સના નિયમ-૪૨(૩) અને ૪૨(૧૦)(I) અનુસાર સંસ્થાનું નિરીક્ષણ હાથ ધરી, તમામ સુવિધાઓ અને રજીસ્ટરોની ચકાસણી કરી, નિરીક્ષણ ફોર્મ ની માહિતી પણ તૈયાર કરવામાં આવી હતી. સંસ્થા માં રહેતા કુલ-30 જેટલા અંતેવાસી બાળકોના હોસ્ટેલને, અધ્યક્ષ શ્રી આર.સી.ચૌહાણ અને સભ્યો દ્વારા બાળકોના શયનખંડ, આરોગ્ય કક્ષ, મનોરંજન કક્ષ, રસોડું, કોઠાર રૂમ, બાળકોના અભ્યાસ રૂમ, શૌચાલય, રમત- ગમત નુ મેદાન વિગેરેની જાત મુલાકાત લઇ જરૂરી સુધારાત્મક સૂચનો કરવામા આવ્યા હતા.
બેઠકમા પ્રાંત અધિકારી આર.સી.ચૌહાણ સહિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના પ્રોબેશન ઓફિસર મહેન્દ્ર ચાવડા, બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા ના જીવલ બારીયા, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત ડો.અંકિત રાઠોડ, જિલ્લા આરોગ્ય કચેરીના સંદીપ યાદવ, સંસ્થાના અધિક્ષક દાનિયેલ ગામીત તથા સંસ્થાકીય સુરક્ષા અધિકારી દિવ્યેશ વણકર ઉપસ્થિત રહ્યા હતા.સમિતિના સભ્ય સચિવ તરીકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચિરાગ જોષી એ જવાબદારી સંભાળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590