ખેડૂત તાલીમ કેન્દ્ર-આહવા ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ, ૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીનાં ભાગરૂપે જિલ્લા પંચાયત ડાંગ ની ખેતીવાડી શાખા દ્વારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ રાગી અને તુવેર મીની કીટ વિતરણ સાથે ક્રોપિંગ સિસ્ટમ બેઈઝ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ડાંગ જિલ્લાના ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમ દરમ્યાન આહવા તાલુકામાં રાગી ૮૦૫ અને તુવર ૨૬૨ કિટનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં ખેડૂતોને યોજનાકીય,પ્રાકૃતિક ખેતી,હલકા ધાન્ય ખરીફ ખેતી પધ્ધતિ વિશે ખેતીવાડી, આત્મા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –વઘઈનાં વૈજ્ઞાનિક પ્રતિકભાઈ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું .
નાયબ દંડક વિજયભાઈ પટેલ દ્વારા પાક વાવણી ને અનુરૂપ પાકોનું આયોજન કરવા માટે ખેડૂતોને આગ્રહ કર્યો હતો. તથા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નાના ચેકડેમ બનાવી આ સમસ્યાના નીરાકરણની પહેલ કરી હતી.સાથે તૃણ ધન્ય પાકો નું ખોરાક માં મહત્વ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. તથા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં તૃણ ધન્ય પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તેમજ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાનો લાભ મેળવી સધ્ધરતા તરફ આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.પીએમ કિસાન યોજના હેઠળનાં લાભાર્થીઓને નજીકના સીએસસી સેન્ટર અથવા ગ્રામ પંચાયત પર જઈ બાકી e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું.
પ્રગતિશીલ ખેડૂત હીરાભાઈએ જણાવ્યું હતું કે મિલેટ પાકોની ખેતી સાથે તુવેરની ખેતી પાળા પધ્ધતિ થી કરવાથી ઉત્પાદન સારું મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ સવિતાબેન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન, આહવા તાલુકાનાં સદસ્યો કમલેશભાઈ, વિજયભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી હર્ષદભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક વિજયભાઈ, મહામંત્રી દિનેશભાઈ, આહવા તાલુકાના કારોબારી અધ્યક્ષા વનિતાબેન, ગ્રામસેવકો, આત્મા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590