વહાબ શેખ \ નર્મદા : નર્મદા જિલ્લામાં અનેક પ્રશ્નો બાબતે સ્વાગત કાર્યક્રમ નો સહારો લઈ લોકો ન્યાય મેળવે છે, પરંતુ તાજેતર માં એક કિસ્સામાં સ્વાગત માં પણ ન્યાય નહિ મળવા બાબતે અરજદારે પ્રધાનમંત્રી ને રજૂઆત કરતા સ્થાનિક અધિકારીઓ પર રેલો આવે તેમ લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ રાજપીપળાનાં ભાટવાડા ટેકરા નજીક રહેતા પિયુષભાઈ દત્તુભાઇ સોલંકી એ પીએમ ને સંબોધી કલેકટરને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2023 થી જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં ન્યાય માટે સતત પ્રયાસ કરી રહ્યા છે,અને કલેકટર ને ઈમેલ અને અરજી દ્વારા પુરાવા પણ પૂરા પાડેલ છે.છતાં તેમના તરફથી મને આજદિન સુધી ન્યાય મળેલ નથી, અમારા માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ ના મુખ્ય વડા અને મુખ્ય ન્યાયાધીશ એ છે પણ મને આજ દિન સુધી ન્યાય મળેલ નથી એનું શું કારણ કે તે અમોને જાણ નથી,મેં ઘણીવાર આપને એપોઇમેન્ટ લઈને પણ મળવાના પ્રયત્નો કર્યા જેમાં અમોને ઘણીવાર એવોઇડ કરી દીધા, અને 6 થી 6 કલાક સુધી રાહ જોઈ પણ આપ મારી જરા પણ વેલ્યુ નહીં કરી.
અરજદારે ફેબ્રુઆરીમાં કરેલી રજૂઆતમાં રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં-4 ઘર નં-557 માં રહેતા દત્તુભાઇ કંચનલાલ ચૌહાણ તથા તેમના પત્ની પોતાના કામ ધંધો કરી ગુજરાન ચલાવે છે. પરંતુ તાજેતરમાં આજુબાજુના પડોશીઓએ પોતાના ઘરો તોડી જમીનદોસ્ત કરી નવા બાંધકામ કરી રહ્યા છે. જેનાથી દત્તુભાઈ ના મકાન ને મોટું નુકસાન થયું છે. પાકી દીવાલો હોવા છતાં પાડોશીઓ ખોદકામ કરતા તેમની દીવાલોને જર્જરિત કરી દીધી હતી જે ક્યારે પણ પડી જાય તેવી થઈ ગઈ હતી માટે અરજદારે આ બાબતે પાલિકા માં અરજી કરતા કોઈ ખાસ પગલાં નહિ લેવાતા આખરે સ્વાગત માં અરજી કરી પરંતુ કોઈજ ન્યાય કે, જવાબ મળ્યો નથી, અરજદારનો મુખ્ય મુદ્દો એ છે કે ફેબ્રુઆરી 2023 માં કરેલી તેમની રજૂઆતમાં જિલ્લા સ્વાગત ના નિર્ણય રિપોર્ટ પર કલેકટરે લેખિતમાં એક્શન લીધા તેના પુરાવા આપો અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી થવા વિનંતી કરવામાં આવી છે.જોકે ચારેક મહિનાનો સમય થવા છતાં અરજદાર ને ન્યાય નહિ મળતા આખરે આ મુદ્દે પીએમને રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590