Latest News

આહવા/વઘઇના ગ્રંથપાલને આપ્યું નિવૃત્તિ વિદાયમાન

Proud Tapi 31 Oct, 2023 11:50 AM ડાંગ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા તથા પ્રવેશ દ્વાર વઘઇ ખાતે ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા દયારામભાઈ લાડનો નિવૃતિ વિદાય સંભારંભ યોજાયો હતો. સને ૬/૨૦૧૦ થી ડાંગ જિલ્લાના આહવા તથા વઘઇ ખાતે સરકારી પુસ્તકાલયના ગ્રંથપાલ તરીકે સેવા બજાવતા શ્રી દયારામભાઈ લાડ પાસે,ડાંગ સહિત વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના પુસ્તકાલયનો પણ વધારાનો હવાલો હતો. તા.૩૧મી ઓક્ટોબરે વય નિવૃતિ થનારા આ ગ્રંથપાલશ્રીએ તેમની સરકારી ગ્રંથાલય વિભાગથી સેવાની શરૂઆત, સને ૧૯૯૧ નલિયા (કચ્છ)થી શરૂ કરી હતી.ત્યારબાદ તે ધરમપુર,નિઝર,સુરેન્દ્રનગર અને ડાંગ જિલ્લામાં સેવા બજાવી ચૂક્યા છે.

રાજ્ય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના ગ્રંથાલય ખાતા હસ્તકની સરકારી પુસ્તકાલય-ધરમપુર ખાતે નિયમિત ફરજ ઉપરાંત કપરાડા, વઘઇ અને આહવાના ઇન્ચાર્જ ગ્રંથાલય તરીકે સેવા નિવૃત થયેલા શ્રી દયારામભાઈ લાડને, આહવા તથા ધરમપુર ખાતે વિદાયમાન અપાયું હતું. ૩૨ વર્ષ અને ૭ માસથી સેવા બાદ નિવૃત થયેલા શ્રી લાડે સૌ સહયોગીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post