દેશની સેવા માટે પોતાનું અમૂલ્ય જીવન સમર્પિત કર્યા પછી, દેશનાં આર્મી જવાન સુનિલકુમાર પોતાના સૈનિક સેવકાળમાંથી ૨૦ વર્ષ સેવા આપી નિવૃત્ત થયા છે. તેમની કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસનને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ-તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના યુવકો એ બાઈક રેલી, વીર સુનિલકુમારના માતા-પિતાનું સન્માન, સુનીલકુમારનું સ્વાગત-સન્માન, મુખ્ય અતિથિઓ તેમજ વીર સુનીલકુમારનું ઉદ્ભોધન કર્યું હતું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માજી સૈનિક સંગઠન તાપી અને સમસ્ત કેળકુઈગામ પરીવારનાં સદસ્યો હાજર હતા. દેશપ્રેમનાં વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતી થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590