નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સરકારી અનાજ સગેવગે કરાતા રંગે હાથ ઝડપાઈ જતા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ઝડપાઈ આવ્યું હતું.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ પાંચપીપરી થી સેલંવા ગામ તરફ જતા રસ્તા ની વચ્ચે આવેલ ગોડાઉન ના પાછળના ભાગે એક ટેમ્પો નંબર GJ 22 T 1181 માં સરકારી અનાજ ઉતારીને ટેમ્પોના સામેના ગોડાઉનમાં ખાલી કરવામાં આવી રહ્યો હતો.જેની ખાનગી બાતમી ભરૂચ ના પત્રકાર ગૌતમ ડોડીઆ ને હોય જો ઘટના સ્થળે હાજર હતા તે દરમિયાન તેઓએ તાત્કાલિક સાગબારા મામલતદારનો ટેલીફોનિક સંપર્ક કરી ફરિયાદ કરી હતી.જે બાત સર્કલ ઓફિસર સાગબારા તથા અન્ય એક કર્મચારી સ્થળ પર આવતા ગૌતમ ડોડીયા પણ તેઓની સાથે ગોડાઉન ની અંદર ગયા હતા.
ગોડાઉન નજીક ઉભેલા ટેમ્પો નો ડ્રાઇવર ટેમ્પો છોડીને ભાગી ગયો હતો તેમ જ ગોડાઉન નો માલિક સ્થળ પર હાજર ન હતો.ટેમ્પોમાં તપાસ કરતા સરકારી લેબલ વાળા અને સરકારી લાલ કલરની દોરી ની સિલાઇનવાળા આઠ કટ્ટા ઘઉંના પડેલા હતા.તેમજ ટેમ્પો ની સામે આવેલા ગોડાઉનમાં તપાસ કરતા કુલ 172 સરકારી ઘઉંના કટ્ટા ભરેલા મળી આવ્યા હતા.તેમજ આશરે 1200 kg જેટલો સરકારી ઘઉંનો જથ્થો ગોડાઉનમાં નીચે પડેલો મળી આવ્યો હતો.આમ કુલ 10200 કિ.ગ્રા.જેટલો સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાઈ આવ્યુ હતું.
ગોડાઉન ની અંદર વધુ તપાસ કરતા ગોડાઉનના અંદર રહેલા ઘઉંના કટ્ટા ખાલી કરીને ચકાસતા તમામ ઘઉંના કટ્ટા સરકારી લેબલ વાળા જોવા મળ્યા હતા. સરકારી ઘઉંના કટ્ટાઓ ને ઊંધા કરીને તેમાં જ સરકારી ઘઉં ભરવામાં આવી રહ્યા હતા.સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડમાં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળનો ટેમ્પો જ ઉપયોગમાં લેવામાં આવી રહ્યો હતો અને ટેમ્પો પર કોઈ પણ પ્રકારનું સરકારી બોર્ડ લગાવવામાં આવ્યું નહોતું.તેમજ ડ્રાઇવરની કેબિનમાં તપાસ કરતાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું વહન અંગેના બોર્ડ મળી આવ્યા હતા.ટેમ્પો માં જીપીએસ લાગેલું હતું જે ચાલુ છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બન્યો છે??
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદાના સાગબારા તાલુકામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે.જો ભરૂચ જિલ્લાના એક જાગૃત પત્રકાર ને આ બાબતે જાણ થતી હોય તો સ્થાનિક પુરવઠા વિભાગ ને કેમ આ બાબતે જાણ નથી થતી તે એક તપાસનો વિષય બન્યો છે??જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે.?
નર્મદા જિલ્લામાં જિલ્લા પુરવઠા વિભાગમાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ સગેવગે થતું હોય અને જિલ્લા પુરવઠા વિભાગને તેની જાણ ના હોય તે વાત ગળે ઉતરે તેમ નથી..!
શૈલેષ નિઝામ(મામલતદાર સાગબારા)
જેમનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેમને જણાવ્યું હતું કે હાલ તપાસ ચાલી રહી છે ,ગોડાઉન માલિક સચિન નવનીતલાલ શાહ છે.હાલ તપાસ ચાલું છે. કોઈને છોડવામાં નહી આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590