Latest News

અયોધ્યા અને કાશીમાં શાળાઓ બંધ કરવી પડી

Proud Tapi 12 Feb, 2025 11:00 AM રાષ્ટ્રીય

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. કાશી અને અયોધ્યા તરફ જતા માર્ગો પર ૩૦૦ કિલોમીટર સુધી મહત્તમ ટ્રાફિક જામ છે. જેના પગલે સીએમ યોગી આદિત્યનાથે સોમવારે મોડી રાત્રે અધિકારીઓની બેઠક બોલાવી હતી. જે બાદ યુપીના ૨૮ પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભની વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલાયા છે. જેથી લોકોને જામની સમસ્યામાંથી રાહત મળી શકે. તેમજ અયોધ્યા-કાશીમાં ૧૧ થી ૧૪ ફેબ્રુઆરી સુધી શાળાઓ બંધ રાખવા આદેશ કરાયો છે.

મહાકુંભમાં પાંચમું માઘી પૂર્ણિમા સ્નાન (માઘ પૂર્ણિમા સ્નાન) ૧૨ ફેબ્રુઆરીએ થશે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવા સૂચના આપી છે. છેલ્લા ત્રણ દિવસથી માર્ગો પર ભારે ટ્રાફિક જામ છે. લોકો કલાકો સુધી રસ્તા પર ફસાયેલા રહે છે. આમ છતાં મહાકુંભ નગરમાં લોકોના પહોંચવાની પ્રક્રિયા ચાલુ જ છે. મહાકુંભમાં દરરોજ સરેરાશ ૧.૪૪ કરોડ લોકો સ્નાન કરે છે.

સીએમ યોગી આદિત્યનાથે ભારે ભીડને લઈને મોટી બેઠક યોજી છે. આ બેઠકમાં મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વ્યવસ્થા અંગે ચર્ચા કરાઇ હતી. યોગીએ અધિકારીઓને સૂચના આપી છેકે, મહાકુંભ દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા ન થવી જાેઈએ. ભક્તોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને કોઈ બેદરકારી ન રાખવી. યુપીના ૨૮ પીસીએસ અધિકારીઓને તાત્કાલિક અસરથી મહાકુંભ માટે વિશેષ ફરજ પર પ્રયાગરાજ મોકલાયા છે.

સોમવારે મોડી રાત્રે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વરિષ્ઠ સરકારી સ્તરના અધિકારીઓની હાજરીમાં, પ્રયાગરાજ, કૌશામ્બી, કાનપુર, સુલતાનપુર, અમેઠી, વારાણસી, અયોધ્યા, મિર્ઝાપુર, જાૈનપુર, ચિત્રકૂટ, બાંદા, પ્રતાપગઢ, ભદોહી, રાયબરેલી, ગોરખપુર, મહોબા અને લખનઉ વગેરે જેવા જિલ્લાઓ, ઝોન અને રેન્જાેમાં તૈનાત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વિભાગીય કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખાસ બેઠક યોજી હતી.

યોગીએ જણાવ્યું હતું કે, જાહેર પરિવહનની સાથે મોટી સંખ્યામાં ખાનગી વાહનો પણ આવી રહ્યા છે. જેને ધ્યાને રાખીને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન યોજના અમલમાં મૂકવી જાેઈએ. ગેરમાર્ગે દોરનારી કે ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post