નર્મદા જિલ્લામાં કાયદાનું પાલન નહિ કરતા વેપારીઓ સામે નર્મદા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે, છતાં કેટલાક વેપારીઓ "હમ નહિ સુધરેંગે"ની માફક કાયદાનું ઉલ્લંઘન કરતા હોય પોલીસ દ્વારા આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર નર્મદા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ની ટીમે પી આઈ વાય.એસ.શિરસાઠ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા હોટલ,ગેસ્ટ હાઉસ સ્ટે.હોમ સહિતના એકમો પર કાયદાનું પાલન કરાવવા કાર્યવાહી કરતા ગતરોજ સાગબારા તાલુકામાં એક ભંગારના વેપારી સામે ગુનો દાખલ કર્યો છે. જેમાં રાજુ પીર્યા મહાર (રહે.પાંચપિપરી,ઓરપા ફળિયુ તા.સાગબારા જી.નર્મદા)ને નવાપાડા રોડની બાજુમાં જુના ભંગાર લે વેચ ની દુકાન ચલાવી રજીસ્ટર તથા ભંગાર વેચનાર ના આધાર પુરાવા નહીં રાખી કાયદાનું ઉલ્લંઘન કરતા ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590