ઉત્તરાખંડમાં ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર લિંચોલીમાં સર્ચ ઓપરેશન દરમિયાન ગઈકાલે મોડી સાંજે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. SDRF જવાનોએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આજે મૃતદેહોની ઓળખ કર્યા બાદ પંચનામા ભરવામાં આવશે અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવશે. 31 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે હજારો તીર્થયાત્રીઓ કેદારનાથ પદયાત્રાના માર્ગ પર વિવિધ સ્થળોએ ફસાયા હતા. રેસ્ક્યુ દરમિયાન કેદારનાથથી પગપાળા 12 હજાર 900થી વધુ મુસાફરો અને સ્થાનિક લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ત્રણ મૃતદેહો પણ મળી આવ્યા હતા. હવે 15 દિવસ બાદ લીંચોલીમાં કાટમાળમાંથી વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે મોડી સાંજે ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590