કાલાઘોડા ગામે જીવન ટૂંકવી દેનાર યુવાનના મરણ દાખલા અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સ્પષ્ટતા
તાજેતરમાં સ્થાનિક સંદેશ ન્યુઝ વર્તમાન પત્રોમાં નસવાડીના ખેન્દા ગામના યુવાને તિલકવાડાનાં કાલાઘોડા ગામે આત્મહત્યા કરી યુવાનના મરણના દાખલા માટે પરિવાર છ માસથી રઝળપાટ બાબતે પ્રસિદ્ધ થયેલા અહેવાલ અંગે જિલ્લા રજીસ્ટ્રાર જન્મ મરણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, જે સમાચાર ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં PMCC સેલ દ્વારા મોનીટરીંગ કરતા તેમના દ્વારા જિલ્લા જન્મ અને મરણ રજીસ્ટ્રાર વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદાને તા.૦૬/૦૨/૨૦૨૫ નાં રોજ મોકલવામાં આવ્યો હતો.
આ બાબતની જાણ થતા જિલ્લા જન્મ અને મરણ રજીસ્ટ્રાર વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી નર્મદાની જન્મ મરણ નોંધણી ટીમ દ્વારા મરણ જનાર મુકેશભાઈ કુમજીભાઇ ડુ.ભીલ નાં વંશ વારસોનો તાત્કાલિક સંપર્ક હાથ ધરવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમનો કોઈ સંપર્ક સુત્ર નહોતો તેથી પોલીસ સ્ટેશન તિલકવાડાનો સંપર્ક કરી આ કામની FIR માંથી સંપર્ક નંબર મેળવી મરણ જનારનાં વિધવા રચનાબેન કુમજીભાઇ ડુ.ભીલને તિલકવાડા તાલુકા પંચાયત ખાતે લાવી, મોડી મરણ નોંધ અંગે અરજી, એફિડેવિટ વગેરે કાયદાકીય પ્રક્રિયા સામે ચાલીને કરાવી અને તાલુકા રજીસ્ટ્રાર જન્મ મરણ, તાલુકા વિકાસ અધિકારી તિલકવાડા દ્વારા મોડી મરણ નોંધણીનો હુકમ કરાવીને હુકમની રૂબરૂ બજવણી તલાટી કમ મંત્રી વડીયા (કાલાઘોડા) કે જેઓની હદમાં મરણનો બનાવ બનેલ તેમને કરવામાં આવી અને તેમના દ્વારા મરણ નોંધ રજીસ્ટરમાં નોંધાવડાવી તેજ દિવસે તા.૦૬/૦૨/૨૦૨૫ નાં રોજ મરણ જનાર મુકેશભાઈ કુમજીભાઇ ડુ.ભીલનાં વિધવા રચનાબેન કુમજીભાઇ ડુ.ભીલને હાથોહાથ મરણનો દાખલો સોંપવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590