ડાંગ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ.શાખા દ્વારા અન્ન (મિલેટ્સ) વાનગી હરિફાઈ આહવા સેજાના ડુંગરી ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાઈ હતી.સામાજિક કાર્યકર ગિરીશ મોદીના અધ્યક્ષતામા યોજાયેલી આ વાનગી સ્પર્ધામા પ્રથમ ક્રમે દેવલપાડાના આંગણવાડી વર્કર અનિતાબેન ચૌધરી, બીજા ક્રમે પટેલપાડા આંગણવાડી વર્કર લતાબેન ગાયકવાડ, અને ત્રીજા ક્રમે પોલીસ લાઈનના આંગણવાડી વર્કર જમનાબેન પવાર વિજેતા બન્યા હતા. વિજેતાઓને ગિરીશભાઈ મોદીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. તેમજ તમામ આંગણવાડી વર્કર શ્રી અન્ન મિલેટ્સ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ વાનગી સ્પર્ધામા ઇન્ચાર્જ સી.ડી.પી.ઓ. સેવંતીબેન ભોયે, બ્લોક ન્યુટ્રીશન મેનેજર સપનાબેન પવાર,ગ્રામ પંચાયતના સભ્ય યશોમતીબેન ગાવિત, DRDA ના એ.પી.ઓ. વહીવટ જલ્પાબેન સોલંકી, સિનીયર કલાર્ક, પ્રેમલતાબેન યાદવ, ભાવેશભાઈ ગાવિત, શ્યામભાઈ પવાર,રાજેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590