ગાઝામાં છેલ્લા 10 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં એકલા ગાઝા શહેરમાં 40,000 લોકોની જિંદગીનો ભોગ લેવાયો છે. ત્યારે અમેરિકાએ વિશ્વને એમ કહીને આંચકો આપ્યો છે કે, ગાઝામાં યુદ્ધને રોકવાનો આ છેલ્લો પ્રયાસ છે. હવે જો ગાઝામાં કતલેઆમ બંધ નહીં થાય તો ત્રીજા વિશ્વયુદ્ધને રોકવું લગભગ અશક્ય બની જશે. અમેરિકાના વિદેશમંત્રી બ્લિન્કને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાને ડર છે કે હિઝબુલ્લાહ અને ઈરાન પહેલેથી જ ઈઝરાયેલ વિરુદ્ધ ઉકળેલા છે અને ગાઝામાં ભયાનક નરસંહાર પછી તે કંઈ પણ કરવા તૈયાર હશે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે હિઝબુલ્લાહ મધ્ય પૂર્વમાં મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેણે ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો તે ગાઝામાં હુમલા નહીં અટકે તો ઇઝરાયેલને કોઈ બચાવી શકશે નહીં. બીજી તરફ ઈરાન ઇઝરાયલને સતત ધમકી આપી રહ્યું છે. હિઝબુલ્લાહના અધિકારીઓનું કહેવું છે કે જો ઈઝરાયલ અને તેમની વચ્ચે યુદ્ધ થશે તો તેઓ અગાઉનાં યુદ્ધ કરતાં ઈઝરાયલને વધુ નુકસાન પહોંચાડશે. હિઝબુલ્લાહ આ યુદ્ધને કરો યા મરોની સ્થિતિ ગણાવે છે. ઈરાનનું તેને પૂરું સમર્થન છે. 2006ની સરખામણીમાં, ઈરાન આ વખતે હિઝબુલ્લાહને ખુલ્લેઆમ સમર્થન આપશે. કારણ કે, તેહરાનમાં હમાસના વડા ઇસ્માઇલ હાનિયેની હત્યા પછી ઈરાન અગાઉથી જ ઇઝરાયલને બરબાદ કરવા આતુર છે. થોડા દિવસો પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતા અલી અયાતુલ્લા ખામેનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો તેઓ હવે પીછેહઠ કરશે તો અલ્લાહ પણ તેમને માફ નહીં કરે. ઈરાન ઇઝરાયલ પર અત્યાર સુધીના સૌથી મોટા અને ઘાતક હુમલાની તૈયારી કરી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590