નિઝર તાલુકામાં પુત્રએ માતાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે.નિઝર તાલુકાના હથનુર ખાતે અશ્વિન છગન વળવી પોતાના પરિવાર સાથે ખેતરે ઘર બનાવીને રહે છે.આજ રોજ સવારના આશરે ૧૦ : ૩૦ વાગ્યાના અરસામાં અશ્વિનભાઈ ખેતરે કામ કરતાં હતા અને અશ્વિનભાઈ ના પત્ની શિલાબેન વળવી ઘરમાં જમવાનું બનાવતા હોય,જે દરમિયાન શિલાબેન નો પુત્ર સૂરજ વહેલું જમવાનું માંગતો હોવાથી શીલાબેન અને સૂરજ વચ્ચે બોલાચાલી થતાં સૂરજ અશ્વિન વળવી એકદમ ગુસ્સામાં આવી જઈ ઘરમાં પડેલા સિસમના લાકડાના સાંબેલા વડે માતા શીલાબેન ને માથાના ભાગે મારી દેતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર નિઝર તાલુકાના હથનુર ગામે ખેતરે અશ્વિન છગન વળવી રહે છે.આજે સાવરે આશરે ૧૦:૩૦ વાગ્યાના સમયે શિલાબેન ઘરે જમવાનું બનાવતા હતા તે દરમિયાન તેમના પુત્ર દ્વારા વહેલું જમવાનું માંગતા માતા અને પુત્ર વચ્ચે બોલા ચાલી થઈ હતી જેમાં પુત્ર સૂરજ એકદમ આવેસમાં આવીને સિસમના લાકડાના સાંબેલા વડે શિલાબેન ને માથામાં મારી દેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ પિતા અશ્વિનને થતાં તેમણે પુત્રને પકડવાનો પ્રયત્ન કરતાં પુત્ર દ્વારા તેમના પર પણ હુમલો કરાયો હતો,જ્યારે હેમખેમ રીતે પિતાએ પુત્રને પકડી મોરાંબા ખાતે રહેતા સબંધી ને જાણ કરી હતી.મોરાંબા થી સબંધી આવ્યા બાદ સૂરજ અશ્વિન વળવી ભાગી ન જાય તે માટે સિમેન્ટના થાંભલા સાથે તેને બાંધી રાખવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સ્થાનિકો દ્વારા જાણવા મળી છે.અશ્વિન છગન વળવી જેઓ આમોદા(મૌલીપાડા ) તા. કુકરમુન્ડા જી. તાપી ના રહેવાસી છે જે હાલ હથનુર ગામ નજીક ખેતરમા રહેતા છે. બનાવની જાણ નિઝર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590