Latest News

સોનગઢ પોલીસે શિવાજી નગરના બે અલગ અલગ સ્થળેથી બે મહિલા બૂટલેગર સહિત ૫૧,૪૦૦/- નો દારૂનો જથ્થો ઝડપી પાડયો,બે વોન્ટેડ

Proud Tapi 02 Jul, 2023 06:25 PM ગુજરાત

સોનગઢ પોલીસે  શિવાજી નગરમાં બે અલગ અલગ સ્થળેથી દારૂનું વેચાણ કરતી બે મહિલા  બુટલેગર ની ધરપકડ કરી, કુલ રૂ.૫૧,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.તેમજ બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સોનગઢ નગરના શિવાજી નગર ખાતે સીકંદરભાઈ ઉર્ફે સુકનજીભાઈ શાંતુભાઇ ગામીતના ઘરે પોલીસે રેડ કરતા તેમના ઘરમાંથી  269 જેની કિંમત રૂપિયા  41,450 /-મળી આવ્યો હતો.અને સીકંદરભાઈના ધર્મ પત્ની સુમિત્રાબેન સિકંદરભાઈ ગામીત (ઉ.વ.૩૯ રહે.શિવાજી નગર સોનગઢ તા.સોનગઢ જી.તાપી) પાસ પરમીટ વગર દારૂનું વેચાણ કરતા રંગે હાથે પોલીસ રેડ માં ઝડપાઇ જતાં પોલીસે તેમની ધરપકડ કરી હતી.અને મુદ્દામાલ કબજે કર્યો હતો.  

બીજા બનાવમાં સોનગઢ નગરના શિવાજી નગર ખાતે રહેતી રીનાબેન ઉર્ફે રીન્કી સોમાભાઈ ગામીત ના ઘરે પોલીસે રેડ કરતા તેમના ઘર માંથી  પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની બોટલ/ટીન નંગ - ૧૧૫ જેની કિં.રૂ.૯,૯૫૦/- મળી આવ્યો હતો.પોલીસ મહિલાની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  

પોલીસે બંને મહિલાઓ પાસેથી કુલ કિં.રૂ.૫૧,૪૦૦/-નો  દારૂનો જથ્થો કબજે કર્યો હતો.તેમજ સીકંદરભાઈ ઉર્ફે સુકનજીભાઈ શાંતુભાઈ ગામીત અને  બંને મહિલાઓને દારૂનો જથ્થો પૂરો પાડનાર બુધિયાભાઈ રાનીયાભાઈ ગામીત (રહે.લક્કડકોટ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર )ને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ બંને મહિલાઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post