મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં અવાર નવાર વિદેશી દારૂ ઘૂસણખોરીના પ્રયાસો કરનાર બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા છે.એજ રીતે તાપી જિલ્લાની સોનગઢ પોલીસ મથકની ટીમ દ્વારા વિદેશી દારૂ ઘુસણખોરીનો વધુ એક પ્રયાસને નિષ્ફળ બનાવી બોલેરો પિક અપ ગાડીના ચાલકને પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બાતમીના આધારે ઝડપી પાડયો છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિ દારૂની હેરાફેરી તેમજ વેચાણ પ્રવૃત્તિને અટકાવવાની આપેલી સૂચના ના અનુસંધાને અને સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ સોનગઢ પોલીસ સ્ટેશનની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મહારાષ્ટ્રના નવાપુર થી સુરત તરફ વિદેશી દારૂ ભરીને જતી મહિન્દ્રા બોલેરો પિક અપ ગાડી સોનગઢ હાઈવે ઉપરથી પસાર થવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે નવાપુરા થી સુરત જતાં નેશનલ હાઇવે ઉપર આવેલા કિકાકુઈ ગામ પાસે નાકાબંધી કરી વાહન ચેકીંગ કરી રહ્યા હતા.નવાપુર તરફથી આવી રહેલી બોલેરો પિકઅપ ગાડી નં. એમ.એચ. 18. બી.જી. 2412 ને અટકાવી પોલીસે પૂછતાછ કરતા ચાલકે પોતાનું નામ મનોજભાઇ જયદેવભાઈ પાટીલ (ઉ.વ.34)ધંધો.ડ્રાઇવર હાલ રહે.બ્લોક નં.23,24,28 ગ્રીન પાર્ક, હલદરૂ ગામ તા.કામરેજ જી.સુરત મૂળ રહે. ઘરણગાંવ જી.જલગાવ (મહારાષ્ટ્ર)અને ગાડીમાં ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ભરી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગાડી ના પાછલા ભાગમાં ડાલાની ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ખસેડીને જોતા તેમાંથી રૂ. 4,22,400 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 2500 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે અંગે વધુ પૂછતાં ગાડી ચાલકે આ મુદ્દામાલ ધીરજ ચતુર પાટીલ હાલ રહે. ગ્રીન પાર્ક,હલદરૂ ગામ,તા.કામરેજ,જી.સુરત મૂળ રહે.મોન્ધાલે, તા.પારોલા રૂરલ જી.જલગાંવ (મહારાષ્ટ્ર)ના એ ભરી આપ્યું હોવાનું જણાવ્યું હતુંપોલીસે 4,22,400 ના વિદેશી દારૂના જથ્થા તેમજ 1 બોલેરો પિકઅપ ગાડી સહિત 8,32,400નો મુદ્દામાલ કબ્જે કરી પિકઅપ ચાલક મનોજ જયદેવ પાટીલની ધરપકડ કરી હતી. જ્યારે આ મુદ્દામાલ ભરી આપનાર આરોપી ધીરજ ચતુર પાટિલને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.અને બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકમાં પ્રોહીબીશન નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590