સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિષ મહુડા ફળિયા ખાતે ઘરમાં મુકેલ રોકડા ૪૦ હજાર રૂપિયાની ચોરી થઈ હતી.ત્યારે સોનગઢ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરને ઝડપી પાડ્યો હતો અને ૪૦ હજાર રિકવર કરવામાં આવ્યા હતા.
સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિષ મહુડા ફળિયા ખાતે રહેતા દાનીયેલ મીરીયા ગામીત એ પોતાના ઘરના કબાટમાં રોકડા ૪૦ હજાર રૂપિયા મૂક્યા હતા.જોકે કોઈ ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરીને કબાટમાંથી ૪૦ હજાર રૂપિયા ચોરી લીધા હતા. ચોરી ને લઈને સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને શોધવા માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વિષમ હુડા ફળીયામાં રહેતા લલ્લુ ભીખા ગામીત એ આ ચોરી કરી છે. અને તે હાલ સોનગઢ બજારમાં ફરી રહેલ છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ લલ્લુ ભીખા ગામીત ને ઝડપી પાડ્યો હતો. તેમજ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે લલ્લુ ગામીતે ચોરીની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા ૪૦ હજારની રિકવરી પણ કરી હતી. સોનગઢ પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590