તાપી જિલ્લા એલ સી બી અને એસ.ઓ.જી.ટીમ ની ઉંઘતી રહી અને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ૬ લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના માણસો દક્ષિણ ગુજરાતમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીના આધારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દોણ ગામ માં પાસ પરમીટ વગર દારૂનો વેચાણ કરનાર ભીમસિંગભાઈ સરદીયાભાઈ ગામીતના ઘરે રેડ કરતાં ઘરમાંથી અને સ્કોર્પિયો કાર માંથી મળી કુલ ૩.૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.અને ભિમસિગભાઈ ની અટક કરી ૪ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દક્ષિણ ગુજરાત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દૌણ ગામમા દાદરી ફળીયા મા રહેતા ભીમસીંગભાઇ સરાદીયાભાઇ ગામીત ના ઘરે રેડ કરવામાં આવી હતી.ત્યારે ઘરના મકાનમાંથી દેશી તથા વિદેશી દારૂની પ્લાસ્ટિકની તથા કાચની નાની-મોટી બોટલો નંગ-૨૨૨ તથા બીયર ટીન નંગ-૧૧ મળી કુલ-૨૩૩ જેની કિંમત રૂ. ૨૩,૮૫૦/- તેમજ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વધુ મુદ્દામાલ બાબતે પૂછતાં ભીમસિંગભાઈ ગામીતે જણાવ્યું મકાનથી આશરે ૫૦૦ મીટર દુર વાડી આવેલ હોય ત્યાં સ્કોર્પિયો કારમાં મુદ્દામાલ મુકેલ છે. ત્યારે પોલીસ સાથે જઈ સ્કોર્પિયો કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી પ્લાસ્ટિકની તથા કાચની બોટલો નંગ-૨૨૯૦ તથા બીયર ટીન નંગ-૪૮૫ મળી કુલ ૨૭૭૫ નંગ જેની કિંમત રૂ.૨,૯૦,૪૬૦ /- તથા
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કાચની તથા પ્લાસ્ટિક ની નાની મોટી બોટલ/કવોટર/બીયર ટીન મળી કૂલ નંગ-૩,૦૦૮ જેની કિ.રૂ. ૩,૧૪,૩૧૦/-, મોબાઇલ ફોન નંગ-૦૧ જેની કિ,રૂ.૫,૦૦૦/- મકાનમાંથી મળેલ રોકડા રૂ,૬,૨૩૦/- તથા સીલ્વર કલરની સ્કોર્પિયો કાર ( વગર નંબર પ્લેટ વાળી કાર )જેની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ કિં.રૂ.૬,૨૫,૫૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,વિદેશી દારૂનો જથ્થો પ્રવિણભાઇ ( રહે-નવાપુર,મહારાષ્ટ્ર ) પૂરો પાડે છે.તથા પરેશ ગાવિત ( રહે.નવાપુર મહારાષ્ટ્ર ) દારૂનો જથ્થો ગાડીમાં ભરી લાવે છે તેમજ ભિમસિગભાઈ પાસેથી મયંક ગામીત ( રહે-ચિખલી ગામ તા.વ્યારા જી.તાપી ) અને દિનેશ ગેંડાભાઇ ગામીત ( રહે-જામખડી ગામ તા.સોનગઢ જી.તાપી ) દારૂનો જથ્થો ખરીદતા હતા.જેથી આ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,તા.૧૯/૦૫/૨૦૨૩ ના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે રેડ કરી વરલી મટકાનો જુગાર રમતા ૧૫ ઈસમો સામે કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી.ત્યારે હવે ફરી તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ સોનગઢ ખાતે રેઇડ કરી ૫ ઈસમો સામે ફરિયાદ દાખલ કરી છે.જેના કારણે તાપી જિલ્લાની સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590