વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે 18 જૂને દિલ્હીથી દેહરાદૂન જતી વંદે ભારત ટ્રેન પર ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે ટ્રેન મુઝફ્ફરનગર પહોંચવાની હતી. નોંધનીય છે કે આ ઘટનામાં વંદે ભારત ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેન પર હુમલો થયો હોય. આ પહેલા 6 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. અહીં વિશાખાપટ્ટનમ-સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં બારીના કાચ તૂટી ગયા હતા.પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590