Latest News

G-20ના લોગોને માનવ આકૃતિ રૂપે પ્રસ્તુત કરતા તાપી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ

Proud Tapi 05 Apr, 2023 01:47 PM તાપી

આ વર્ષે યોજાનાર G 20 દેશોની બેઠક સંદર્ભે અધ્યક્ષીય સ્થાન ભારત દેશ પાસે(1 ડીસેમ્બર -2022 થી 30 નવેમ્બર -2023) છે. સમગ્ર દેશના નાગરિકો માટે આ ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત છે. G-20 બેઠકની આ વર્ષની થીમ "વસુધૈવ કુટુમ્બકમ" (One Earth, One Family, One Future) છે. આથી આ ગૌરવપૂર્ણ ક્ષણની જાગૃતિ અને પ્રચાર - પ્રસાર તથા લોકભાગીદારી વધારવા ના ભાગરૂપે  જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, તાપી દ્વારા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફેબ્રુઆરી -2023 થી  સપ્ટેમ્બર -2023 સુધી વિવિધ પ્રવૃતિઓ /કાર્યક્રમો યોજવા નું આયોજન કરેલ છે. 

જેમાં પોસ્ટર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા, G -20 થીમ આધારિત ભીંત ચિત્ર, વકતૃત્વ સ્પર્ધા, Run for environment and climate તેમજ water saving and energy આધારિત સાયકલ રેલી જેવી અનેક પ્રવૃત્તિ તાપી જિલ્લાની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા લોકભાગીદારી તેમજ પ્રચાર -પ્રસાર કરવામાં આવેલ છે. આજરોજ આ પ્રવૃત્તિના ભાગરૂપે વિવિધ શાળાઓમાં G-20ના લોગોને વિદ્યાર્થીઓ દ્વારા માનવ આકૃતિ રૂપે પ્રસ્તુત કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post