ગત તારીખ ૨૮/૬/૨૦૨૩ ના રોજ સુબીર તાલુકામાં પી.એસ.આઈ. કે.કે.ચૌધરી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા,આહવાના રસીલા સી.ચૌધરીની (NTCPSW) અધ્યક્ષતામાં તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 અન્વયે દંડ વસુલ કરવામાં આવ્યો હતો. સુબીર તાલુકામાં તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડોક્ટ એકટ)ના ભંગ બદલ ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની કલમ-4 (જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ) અને કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં તમાકુ, સિગારેટના વેચાણ અને તેના ઉલ્લંઘન બદલ દુકાનો, લારી-ગલ્લા પર કુલ-૧૦ કેસ અને રૂ.૧,૫૦૦ નો દંડ તેમજ કલમ-૬(બ) માં કુલ-૪ કેસ રૂ.૫૫૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આમ કુલ મળીને સુબીર તાલુકામાં કુલ-૧૪ કેસ અને રૂ.૨,૦૫૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590