વ્યારા તાલુકાના કાળા વ્યારા ખાતે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર રેતી માફિયાઓ સામે સુરત ફ્લાયિંગ સ્ક્વોર્ડ અને તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ એ સંયુક્ત રીતે રેડ કરીને કાર્યવાહી કરી હતી. તેમજ સ્થળ પરથી નાવડી, ટ્રક તથા જેસીબી મળી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી જિલ્લાના કાળા વ્યારા ખાતે સુરત ફ્લાયિંગ સ્ક્વોર્ડ અને તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા કાળા વ્યારા ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાળા વ્યારા ખાતે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું જે બાદ સુરત ફ્લાયિંગ સ્ક્વોર્ડ માં હિતેશ જે. પટેલ અને વિજય વસાવા સહિત તેમની ટીમ જ્યારે તાપી માંથી અને તાપી જિલ્લા ખાણ ખનીજ વિભાગ અંકિત પરમાર સહિત તેમની ટીમ દ્વારા સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી 2 જેસીબી મશીન તથા 2 ટ્રક તથા 2 નાવડી જપ્ત કરવામાં આવી હતી. તેમજ રેતી ખનન કરનાર જેસીબી અને નાવડી ના માલિક સુનિલ ચૌધરી (રહે.કાળા વ્યારા)તથા જેસીબી અને ટ્રકના માલિક નરેશ ચૌધરી (રહે.કાળા વ્યારા )વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મુદ્દામાં જપ્ત કરી કાકા પણ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યો છે અને નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590