તાપી એસ.ઓ.જી.પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે.કો.રાજેન્દ્રભાઈ ચિત્તેને ખાનગી રાહે બાતમી મળતા તેમની ટીમ દ્વારા ડોલવણ તાલુકાના ચૂનાવાડી ગામની સીમમાં ધોબી ફળિયા ખાતે આવેલી અંબિકા નદીના કિનારે તપાસ શરૂ કરી હતી.જે દરમિયાન અંબિકા નદીના કિનારે (૧) નારણભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી (ઉ. વ.૬૦ રહે.કણબી ફળિયું, ખરજઇ તા.વાંસદા જી.તાપી ) અને (૨) અશોકભાઈ શાંતિલાલભાઈ ગામીત(ઉ. વ.૪૪, રહે.નાકા ફળીયું, ભેંસકાત્રી, તા.વઘઇ જી.તાપી)ના પાસેથી પાસ પરમીટ વગરની જીલેટીન ટોટામાંથી કાઢેલ વિસ્ફોટક પદાર્થ ની પ્લાસ્ટીકની પોટલીઓ નંગ-૦૫, જેની કિં. રૂ.૫૦૦/- હોય તથા સાદી વાટવાળી કેપ નંગ- ૦૩ જેની કીં. રૂ. ૪૫ /- હોય મળી આવેલ હતી.તેમજ એસ.ઓ.જી.ટીમ દ્વારા કુલ સ્ફોટક પદાર્થ જેની અંદાજિત કિંમત રૂ.૫૪૫/- હોય તથા મોબાઇલ નંગ- ૦૨ જેની કિંમત અંદાજિત કિં. રૂ. ૨,૫૦૦/- હોય એમ મળી કુલ કિં.રૂ. ૩,૦૪૫/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,જીલેટીન ટોટાને બ્લેડ વડે કાપી તે ટોટામાંથી કાઢેલ સ્ફોટક પદાર્થથી નદીમાં બ્લાસ્ટ કરી માછલીઓ પકડવા માટે વિસ્ફોટક પદાર્થ લાવ્યા હતા.તેમજ સ્ફોટક પદાર્થ નો જથ્થો સુમનભાઇ ગામીત( રહે. સાદડ કુવા, તા.સોનગઢ, જી.તાપી )ના પાસેથી લાવવામાં આવ્યો હતો.જે બાદ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590