તાપી જિલ્લા કલેકટર ડો. વિપિન ગર્ગે આજે ડોલવણ અને ડોલવણ તાલુકાના અલગ અલગ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ પાટી ગામની આંગણવાડીની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્યારબાદ ડોલવણ સી.એચ.સી.ની મુલાકાત લીધી હતી તેમજ ગડત સી.એચ.સીની મુલાકાત લઈ કેસ પેપર તેમજ ફાઈલો તપસ્યા હતા અને સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. કલેકટરની મુલાકાત વેળા તેમની સાથે ડોલવણ મામલતદાર શૈલેશ ખંડોર, સુપ્રીટેનડન્ટ તેજસ પટેલ તેમજ અન્ય અધિકારીઓ જોડાયા હતા. કલેકટર ડો. ગર્ગે આરોગ્ય માટે જણાવ્યું હતું કે જયારે દર્દીની નોંધણી કરવામાં આવે ત્યારે જ તેમને પૂછવામાં આવે કે એમની પાસે આયુષ્યમાન કાર્ડ છે કે કેમ તેના આધારે તેમની સ્થળ પર આયુષ્યમાન કાર્ડ માટેની પ્રક્રિયા પણ કરી શકાય. તેમજ ડોલવણ સી.એચ.સી માં એમ્બ્યુલન્સનો મહત્તમ ઉપયોગ કરવા સુચન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590