સમગ્ર રાજ્યમાં સનદી અધિકારીઓની બદલી થતા તાપી કલેકટર તરીકે ડો.વિપીન ગર્ગ (IAS )એ આજરોજ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળી લીધો છે.ડો.ગર્ગ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ઈ.ચા.ડાંગ કલેકટર તરીકે પણ વધારાનો પદભાર સંભાળી રહ્યા હતા.
ડો. વિપીન ગર્ગ ૨૦૧૬ની બેચના નવયુવાન સનદી અધિકારી છે.તાપી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે માનવીઓની પાયાની મૂળભૂત જરૂરિયાત શિક્ષણ, આરોગ્ય,પાણી,વિજળી,રસ્તા અને કૃષિ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે જિલ્લા સમાહર્તા ડો.વિપીન ગર્ગે જિલ્લા વહીવટીતંત્ર વતી કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
તાપી જિલ્લા પૂર્વ કલેકટર ભાર્ગવી દવે,નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મનીષભાઈ પટેલ,પ્રાંત અધિકારી આર.સી.પટેલ, વ્યારા મામલતદાર એચ.જે.સોલંકી, ભૂસ્તરશાસ્ત્રી ટી.જે.સૈયદ, ચીટનીશ મયુર પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર તૃપ્તિ પટેલ સહિત અધિકારી/ કર્મચારીઓએ કલેકટર ડો.વિપીન ગર્ગને પુષ્પગુચ્છથી આવકારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590