તાપી જિલ્લાની “ડીસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટી”ની બેઠક અધિક નિવાસી કલેકટર આર.જે.વલવીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં ગત બેઠકની અંગેની અમલાવારીની સમિક્ષા કરવામાં આવી હતી. તથા બેઠકમાં એક્શન ટેકન રીપોર્ટ અંગે વિવિધ એપ્રોચ રોડની આસપાસથી ઝાડી-ઝાખરા દુર કરવા,રોડ ઉપર સ્ટ્રીપ મુકવા અંગે, કનેક્ટીંગ રોડ ઉપર બમ્પ મુકવા,મોટા અને જોખમી બ્મ્પરો દુર કરી યોગ્ય માપના બ્મ્પરો લગાવવા, વિવિધ રોડ ઉપર સફેદ પટ્ટા ઘાટા કરવા,પેચ વર્ક કરવા તથા રોડ એન્જીનીયરીંગ સંબંધિત મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત નાગરિકોને તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવા, તથા લાઇસન્સ તથા હેલ્મેટની ચકાસણી કરવા, શાળા-કોલેજોમાં વર્કશોપ કે સેમીનારના માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે રોડ એક્સીડન્ટમાં મૃત્યુના આંકડાનું અવલોકન અને સમિક્ષા કરવામાં આવી હતી. વધુમાં જે રોડ ઉપર અકસ્માત થયો હોય તે જગ્યાએ જઈ કયા કયા કારણોસર અકસ્માત સર્જાયો છે તે અંગે જાણકારી મેળવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તથા ફાસ્ટ વેમાં ચાલતા વાહનોને મેમો આપવા,હેવી વાહનો સ્લો લેનમાં ચાલે તે અંગે અવેરનેશ કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590