તાપી જિલ્લા એલસીબી એ વ્યારા તાલુકાના વીરપુર ગામ માંથી છોટા હાથી ટેમ્પો માં મરચા ની આડમાં લઈ જવાતો ગેરકાયદેસર પાસ પરમીટ વગરના દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પડ્યા હતા.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૨,૩૭,૮૫૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ 2 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક ટાટા ACE મીની ટેમ્પો નં.- GJ-02-7- 6863 માં બે ઇસમો પાછળના ભાગે મરચાની ગુણોની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નંદુરબાર થી નીકળી સુરત તરફ જનાર છે .જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ વીરપુર ગામની સીમમાંથી પસાર થતા ને.હા.નં.૫૩ પર ભારત પેટ્રોલીયમ કંપનીના પેટ્રોલ પંપ સામે સોનગઢ થી સુરત જતા ટ્રેક પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન ટાટા ACE મીની ટેમ્પો નં.- GJ-02-7- 6863 આવતા પોલીસે તેની તપાસ કરતાં ટેમ્પામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે ટેમ્પા માં સવાર (૧) દિપક બંસીલાલ પાટીલ અને (૨) આઝીમ જાકીર ઇનામદાર (બંને રહે.નંદુરબાર,તા.જી. નંદુરબાર મહારાષ્ટ્ર)ની અટક કરવામાં આવી હતી.તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧.૨૦ લાખ તથા ટેમ્પો જેની કિંમત રૂપિયા ૧ લાખ તથા મોબાઇલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૫ હજાર તથા રોકડ રૂપિયા ૩,૮૫૦/- તથા મરચા જેની કિંમત રૂપિયા ૯ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૩૭,૮૫૦/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર તથા દારૂનો જથ્થા આપનાર એમ બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.વ્યારા પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590