તાપી જિલ્લા એલ.સી.બી.એ સોનગઢ ના હનુમંતીયા ગામમાંથી જુગાર રમતા ૬ જુગારીઓ ને ઝડપી પાડી , કુલ રૂ.૩૫,૦૧૦/- નો મુદ્દામાલ કબજે કર્યો.
તાપી જિલ્લા એલ સી બી એ બાતમીના આધારે સોનગઢના હનુમંતિયા ગામે નિશાળ ફળિયામાં નદી કિનારે આવેલ એક ખુલ્લા છાપરામાં રેઇડ કરી હતી.ત્યારે ત્યાં કુલ ૬ ઈસમો ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.પોલીસે (૧) ધીરૂભાઇ ભીલીયાચૌધરી (ઉ.વ.૬ર રહે. હનુમંતિયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી. તાપી), (૨) રમેશભાઇ નગીનભાઇ ગામીત (ઉ.વ.૪૫ રહે.હનુમતીયા ગામ નિશાળ ફળીયા તા સોનગઢ જી.તાપી), (૩) સંખાભાઇ રતનજીભાઇ ગામીત (ઉ.વ ૫૫, રહે. હનુમતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી), (૪) ચંદુભાઇ ગુરજીભાઇ ગામીત (ઉ.વ.૫ર રહે.હનુમંતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી), (૫) સમીરભાઇ રમણભાઇ ગામીત (ઉ.વ.૩૨ રહે.હનુમતીયા ગામ વચલુ ફળીયા તા.સોનગઢ જી.તાપી) અને (૬) જીગરભાઇ નવીનભાઇ ગામીત (ઉ.વ.૨૩ રહે.હનુમતીયા ગામ નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી) એમ મળી કુલ 6 ઇસમોની અટક કરી હતી.
તેમજ સ્થળ પરથી દાવના રૂ. ૫૪૦૦/- ,જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપીયા ૧૭,૬૧૦/- તથા મોબાઇલ ફોન નંગ -૦૩ જેની કિં.રૂ.૧૨,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩૫,૦૧૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.અને આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસે મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590