ઝડપાયેલા આરોપીઓ પૈકી એક વિરુદ્ધ વ્યારામાં ત્રણ વર્ષ પહેલાં જ્યારે બીજા આરોપી સામે આજ વર્ષે ઉચ્છલ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા એક શખ્સને તાપી એલસીબીની ટીમે વલસાડના ઉમરગામ થી તેમજ જિલ્લાના ઉચ્છલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને વાપી ટાઉનમાંથી દબોચી લઇ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલએ વિવિધ ગુનામાં નાસતા ફરતા શખ્સોને જબ્બે કરવા એલસીબીની ટીમને સુચનાઓ આપતા ઇન્ચાર્જ પીઆઇ. એન.જી. પંચાણીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇન્સ એન.એસ.વસાવા ના નેતૃત્વમાં ટીમે ગુનેગારો પર વોચ રાખી હતી.
ત્યારે તાપી એલસીબીની ટીમે વ્યારા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી- અમર ઉર્ફે વાડી એકનાથ સોલંકી ઉ.વ.૩૯ મુળ રહે.મોતી ભવન,નવા ફળીયા તા.વાસંદા જી.નવસારી હાલ.રહે.ફ્લેટ નં.૯૦૫, સી વુડ એપાર્ટમેન્ટ, તા.ઉમરગામ જિ.વલસાડનાને અ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના ઉમરગામ કબ્રસ્તાનની સામે આવેલ સી વુડ એપાર્ટમેન્ટ પાસેથી પાસેથી દબોચી લઇ વ્યારા પોલીસને હવાલે કર્યો છે. ઝડપાયેલા શખ્સ વિરૂધ્ધ વર્ષ ૨૦૨૧માં વ્યારા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
ઉપરાંત એલસીબીની ટીમે ઉચ્છલ પોલીસ માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા મંગેશ ઉર્ફે ચેતન વિજયભાઇ પાટીલ રહે.ગામ-હનુમંત ખેડી થાના.પારોલા જી.જલગાવ (મહારાષ્ટ્ર) વાપી ટાઉન કોલીવાડ કિસાન ટ્રાન્સપોર્ટ પાસે હોવાની અ.હે.કો. ધર્મેશ મગનભાઈ તથા અ.હે.કો. રોનકકુમાર સ્ટીવનભાઈ મળેલી સંયુક્ત બાતમીના આધારે અટક કરી ઉચ્છલ પોલીસ સ્ટેશન હવાલે કરી કાર્યવાહી માટે સોંપ્યો છે. આમ તાપી એલસીબીએ વિવિધ ગુનામાં નાસતા ફરતા શખ્સો પર વોચ ગોઠવી પકડ ઝુંબેશ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590