તાપી એલ.સી.બી.એ કુકરમુંડાના આશ્રવા ગામમાંથી વરલી મટકાનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા ,એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો .તેમજ રૂ.૧૯,૪૧૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબીએ બાતમીના આધારે કુકરમુંડાના આશ્રવા ગામમાં રેડ કરતાં આશ્રવા ગામમાં જુગાર રમતા 6 જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપી ગયા હતા,ત્યારે પોલીસે એક ને વોંટેડ જાહેર કર્યો હતો.પોલીસે કુલ રૂપિયા ૧૯,૪૧૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તાપી એલસીબી પોલીસ સ્ટાફે સ્થળ પરથી (૧) સુખદેવભાઈ સુદામભાઈ પાડવી (રહે.આશ્રવા તા. કુકરમુંડા જી. તાપી),(૨) સુપડુભાઈ વણકર ભાઈ પાડવી (રહે.આમોદા તા. કુકરમુંડા જી. તાપી),(૩) જુગરીયા ભાઈ ભૂખ્યા ભાઈ પાડવી (રહે. મટાવલ તા. કુકરમુંડા જી. તાપી),(૪) કાંતિલાલભાઈ રતુભાઈ પાડવી (રહે. મટાવલ તા. કુકરમુંડા જી. તાપી),(૫) રવિન્દ્રભાઈ બિલ્યાભાઈ પાડવી (રહે. આશ્ટ્રા તા. કુકરમુંડા જી. તાપી),(૬) ચંદાભાઇ બુધાભાઈ પાડવી (રહે. આશ્રવા તા. કુકરમુંડા જી. તાપી)ની અટક કરી હતી તથા વરલી મટકા નો આંક આપનાર સતિષભાઈ શેઠ (રહે. ધુળવદ ગામ તા.નંદુરબાર જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590