Latest News

તાપી એલસીબીએ વ્યારાના કેળકુઈ ગામમાંથી જુગાર રમતા ૭ ને ઝડપી પાડયા,૩ વોન્ટેડ

Proud Tapi 26 Jun, 2023 01:25 PM ગુજરાત

તાપી એલસીબી ટીમે  વ્યારા તાલુકાના કેળકુઈ ગામમાંથી પત્તાનો પૈસાથી  હાર જીતનો જુગાર રમતા ૭ જુગારિયાઓની ધરપકડ કરી,૩ ને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમજ સ્થળ પરથી ૨૪,૪૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તાપી જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે કેળકુઈ ગામના ગોડાઉન ફળિયામાં આવેલ ખેતરાડી ખુલ્લી જગ્યામાં રેઇડ કરી હતી, ત્યારે સ્થળ પર જુગાર રમતા ૭ જેટલા જુગારિયાઓને તાપી એલસીબીની ટીમે દબોચી લીધા હતા.તેમજ  અંધારાનો લાભ લઇ નાસી છૂટેલા ત્રણ જેટલા જુગારીઓને  વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે  સ્થળ પરથી કુલ રોકડ  રૂ. ૨૪,૪૬૦/- નો મુદ્દામાલ  કબજે કર્યો હતો.

તાપી એલસીબીએ એ સ્થળ પરથી (૧) સુમન દરજીભાઈ ચૌધરી, (૨) દાનસિંગ રામજીભાઈ ચૌધરી,(૩) રણજીત લજપતરાય ચૌધરી, (૪) મહેન્દ્ર દિનેશભાઈ ચૌધરી,(૫) ચંપકભાઈ છીતુભાઈ ચૌધરી,(૬) ઉદેસિંહ દરજીભાઈ ચૌધરી,(૭) દીવાનજીભાઈ ભીમસિંગ ચૌધરી (બધા રહે. ગોડાઉન ફળિયું ગામ. કેળકુઈ તા.વ્યારા જી.તાપી) એમ મળી કુલ ૭ ઇસમોની અટક કરી હતી. તેમજ (૧) ઘનશ્યામ છોટુભાઈ ચૌધરી, (૨) રાકેશભાઈ રતિલાલભાઈ ચૌધરી અને (૩) જયદીપ વદન ભાઈ ચૌધરી (ત્રણેય રહે.ગોડાઉન ફળિયું ગામ. કેળકુઈ તા.વ્યારા જી.તાપી) ને વોન્ટેડ જાહેર કરી,વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની તપાસ વ્યારા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post