સોનગઢના નેશનલ હાઇવે નં.૫૩ ઉપર એલ.સી.બી.એ મોપેડ પર દારૂની ખેપ મારતા દંપતીની અટક કરી ,એક ને વોન્ટેડ જાહેર કર્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત રૂ.૫૬,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
તાપી જિલ્લાના સોનગઢના નેશનલ હાઇવે નં.૫૩ ઉપર હાઇવે બ્રિજ પર એલ.સી.બી.એ હોન્ડા કંપનીની મોપેડ નં. GJ 19 AQ 8124 ની બાતમીના આધારે તપાસ કરતા સ્કુલ બેગ તથા કાપડની થેલી માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ દેશી દારૂ સુગંધી સંત્રાની બાટલી નંગ-૧૯૨ જેની કિ.રૂ.૯૬૦૦/- મળી આવેલ હતી.જે બાદ પોલીસે મોપેડ ચાલક દિનેશભાઈ રામાભાઇ વળવી અને મોપેડ પર પાછળ બેસેલ તેમના પત્ની મીનાબેન (બંને રહે.ખાબદા આશ્રમ ફળિયું,તા.ઉચ્છલ જી.તાપી)ની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ પોલીસે દારૂનો જથ્થો કુલ કિં.રૂ.૯૬૦૦/-,મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૭૦૦૦/- તથા મોપેડ કિં.રૂ.૪૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૫૬,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર ધનસુખભાઇ હળપતિ (રહે.વઢવાણીયા તા.બારડોલી જી.સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590