મહેશ પાડવી - નિઝર : તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, નિઝર તાલુકાના વેલ્દા ગામે આવેલા સરદારપુર ફળિયામાં સંજય પ્રતાપ ગોસ્વામીના ઘરની સામે આવેલ ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે,જે બાતમીના આધારે તાપી એલસીબી પોલીસ સ્ટાફના માણસો વેલ્દાના સરદારપુર ફળિયામાં રેડ કરતા 10 જેટલા જુગારીયાઓ રંગે હાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી દાવ પરના રોકડા રૂસપયા.૮૧,૨૮૦/- તેમજ મોબાઈલ 7 નંગ જેની કિંમત રૂપિયા ૨૮૫૦૦/- મળી કુલ.રૂ.૧,૦૯,૭૮૦/- નો મુદામાલ પોલીસે જપ્ત કયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે , નિઝર તાલુકાના ગુજ્જરપૂર ખાતે થોડાક મહિના પહેલા તાપી એલસીબી દ્વારા રેડ કરી બેરા ઉર્ફે ચિત્રસીંગ સરવરસીંગ વળવી રહે..ગુજ્જરપુર તા.નિઝર જી.તાપી સહીત અન્ય આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.ત્યારે આ બેરા ઉર્ફે ચિત્રસીંગ વળવી જુગાર રમાડવામાં માસ્ટર માઇંડ હોવાથી મોટા ભાગે જુગાર રમતા રંગે હાથે ઝડપાઇ જાય છે.તાપી પોલીસે આ બેરો ઉર્ફે ચિત્રસીંગ વળવી સામે કોઈ નક્કર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
જુગાર રમતા રંગે હાથે પકડાયેલા જુગારીયાઓના નામો
(1)શુરેસ ઉફે સૂર્યા વસંત નાઈક ઉ.વ.૫૫ રહે.વેડપાડા તા.નિઝર જી.તાપી
(2) પ્રવીણ વિલાસ મહાજન ઉ.વ. 24 રહે.ધાનોરા યુનિયન બેન્કની બાજુમાં તા.જી .નંદુરબાર (મહા)
(3)નસરુલ્લાખા ગફારખા પઠાણ ઉ.વ.58 રહે.વેલ્દા મંજીદની બાજુમાં તા.નિઝર જી.તાપી
(4) અરવિદ જાલમસિંગ વળવી ઉ.વ.44 રહે. ગાંધી નગર ફળિયું ,વેલ્દા તા. નિઝર જી. તાપી
(5) હરીશ જેમુ વસાવા ઉ.વ. 54 રહે. ચઢવાણ તા.ઉચ્છલ.જી.તાપી
(6) અજય ગોવિંદ ગાવીત ઉ.વ.34 રહે. કરંજવે તા.જી.નંદુરબાર(મહા )
(7) અનિલ પ્રતાબ ગોસ્વામી ઉ.વ. 46 રહે. સરદારપૂર હનુમાન મંદિરની બાજુમાં ,વેલ્દા તા.નિઝર.જી.તાપી
(8) સિકંદર યુસુબખાન મુસલમાન ઉ.વ.38 રહે.વેલ્દા તા.નિઝર જી.તાપી
(9) સંજય પ્રતાપ ગોસ્વામી ઉ.વ. 52 રહે.સરદારપૂર હનુમાન મંદિરની બાજુમાં ,વેલ્દા તા.નિઝર.જી.તાપી
(10) બેરા ઉર્ફે ચિત્રસીંગ સરવરસીંગ વળવી રહે..ગુજ્જરપુર તા.નિઝર જી.તાપી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590