તાપી એલસીબીએ સોનગઢના કેલાઈ વિસ્તાર માંથી દારૂના જથ્થા સહિત 3.3 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
તાપી એલસીબીએ બાતમીના આધારે સોનગઢના કેલાઈ ગામમાં સ્વીફ્ટ કારમાં રૂ.26,400/- ના દારૂના જથ્થાની હેરફેર કરતા એક ઇસમની ધરપકડ કરી હતી.તેમજ પોલીસે કુલ રૂ.૩,૩૧,૪૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બે ને વોન્ટેડ જાહેર કર્યા છે .
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે કેલાઈ ગામના ત્રણ રસ્તા પાસે સ્વીફ્ટ કાર નં.GJ-26-AB-4235 ની તપાસ કરી હતી,જે કાર માંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બાટલી નંગ -૪૫૬ મળી આવી હતી.જેની કિં. રૂ.૨૬,૪૦૦/- તેમજ કાર ચાલક મનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ ( હાલ રહે.ઝાડપાટી નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી મુળ રહે-હીરાવાડી ગામ દેસાઇવાસ તા.જી.પાટણ) ની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દારૂનો જથ્થો જેની કિં.રૂ.૨૬,૪૦૦/- તથા મોબાઈલ નંગ - ૧ જેની કિં.રૂ.૫૦૦૦/- તેમજ સ્વીફ્ટ કાર જેની કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ.૩,૩૧,૪૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.અને ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર કલ્પેશભાઈ ચૌધરી (રહે.ખોડંબા ગામના ત્રણ રસ્તા પાસે તા.માંડવી જી.સુરત)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590