તાપી એલસીબીએ વાલોડના અલગઢ ગામેથી ૧.૨ લાખનો દારૂનો જથ્થો ઝડપી,એક ઈસમની અટક કરી,બે ને વોન્ટેડ જાહેર કર્યા છે.તેમજ કુલ રૂપિયા ૧૧,૨૯,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વાલોડ તાલુકાના અલગઢ ગામના વૃંદાવન ફળિયામાં નંબર પ્લેટ વગરની એક ક્રેટા કારમાં દારૂ ભરેલ છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ વૃંદાવન ફળિયામાં નંબર પ્લેટ વગરની ક્રેટા કારની તપાસ કરતા કારમાંથી પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં સીલબંધ બોટલ નંગ-૫૨૮ જેની કુલ કિં.રૂ. ૧,૨૯,૬૦૦/- તથા ક્રેટા કાર જેની કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂપિયા ૧૧,૨૯,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. કાર ચાલક પિયુષ રમેશચંદ્ર ભૈયા (રહે.અલગઢ ગામ વૃંદાવન ફળીયુ તા.વાલોડ જી.તાપી)ની પોલીસે અટક કરી હતી.તેમજ હેમાંશુ ઉર્ફે બાબલો બળવંતભાઈ ચૌધરી (રહે.અંધાત્રી આશ્રમ ફળીયુ તા.વાલોડ જી.તાપી ) અને દારૂનો જથ્થો ભરી કાર આપી જનાર એમ મળી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590