તાપી જિલ્લા એલસીબીએ સોનગઢ ખાતે વાંકવેલ રોડ પર થારમાં ભરી લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડયો હતો.તેમજ પોલીસે દારૂના જથ્થા સાથે ૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મહિન્દ્રા કંપનીની થાર કાર નં.-GJ-05-RM-2919 માં બે ઇસમો મહારાષ્ટ્રના લક્કડકોટ ગામેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી લક્કડકોટથી નીકળી સોનગઢ પરોઠા હાઉસ થઇ હાઇવે પરથી પસાર થઇ પલસાણા તરફ જનાર છે.હે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ એ સોનગઢ ખાતે વાંકવેલ રોડ પર વોચ ગોઠવી હતી.તે દરમિયાન થાર કાર નં.-GJ-05-RM-2919 આવતા પોલીસે તેને રોકી હતી.ત્યારે પોલીસને જોઈને કાર સવાર બંને ઈસમોએ નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો.જોકે પોલીસે કાર ચાલક મેહુલ રોહિત ગામીત (રહે. પાથરડા તા.સોનગઢ જી.તાપી) ને ઝડપી પાડ્યો હતો.પોલીસે થાર કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો.જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪૮ હજાર તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા બે હજાર તથા થાર કાર જેની કિંમત રૂપિયા ૮ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૮.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર ઉદેસિંગ ઉર્ફે બુધીયા રાનીયા ગાવીત( રહે.લક્ડકોટ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) તથા દારૂનો જથ્થો મંગાવનાર કાર્તિક નટવર વાસફોડીયા (રહે.અંત્રોલી તા.પલસાણા જી.સુરત) તથા નાસી છૂટનાર ક્લીનર તેજસ ઉર્ફે પોચી વિલાસ વળવી (રહે.અંત્રોલી તા.પલસાણા જી.સુરત) એમ મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસ મથકે આ અંગેની ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590