તાપી જિલ્લાના કુકડા ડુંગરી ગામે બાળકીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. માત્ર 1 વર્ષ અને 5 મહિનાની બાળકીની હત્યાનો આરોપ તેના જ પિતા પર લાગ્યો છે. પ્રિયલ ગામિત નામની બાળકી ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે જ તેના પિતા વિરલ ગામિતે ઘરના ધાબા પર જઈ પાણીની ટાંકીમાં ડૂબાડી બાળકીની હત્યા કરી નાંખી. હાલ તો ઘર કંકાસમાં પિતાએ બાળકીની હત્યા કરી હોવાની પોલીસની આશંકા છે. પોલીસે આરોપી પિતા વિરલ ગામિતની અટકાયત કરી વધુ તપાસ આત ધરી છે. ગત તારીખ 25 જાન્યુઆરી 2025ના રોજ એક હત્યાનો ગુનો નોંધાવા પામેલ છે, જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત (ઉંમર વર્ષ 24, ધંધો -બેકાર) એ પોતાની સગી દીકરી જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર પાણીની ટાંકીમાં નાંખી અને તેની હત્યા કરેલ છે. પ્રાથમિક તપાસમાં ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590