તાપી એલ સી બી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડએ વ્યારાના કપુરા નજીકથી કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડયા હતા.તેમજ દારૂના જથ્થા સહિત ૩.૭૧ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
તાપી એલ સી બી તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સ્વીફ્ટ ડીઝાયર કાર નં.- MH-15-GA-5416 માં બે ઇસમો સોનગઢ તાલુકાના ટેમ્કા તરફથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વ્યારા સરેયા ગામ થઈ વ્યારા થી સુરત તરફ જનાર છે.”જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ વ્યારા પાનવાડી ત્રણ રસ્તા પર બેરીકેટની આડાશ કરી સરૈયા તેમજ કપુરા ગામ તરફથી આવતા વાહનો ની નાકાબંધી માટે નાકાબંધી કરી હતી.તે દરમિયાન કપુરા તરફથી સ્વીફ્ટ કાર નં.MH-15-GA-5416 આવતા તેને આયોજનપૂર્વક બેરીકેટની આડાશ થી રોકી લઇ રોડની સાઇડમાં કરવામાં આવી હતી.અને કારની તપાસ કરવામાં આવી હતી.ત્યારે કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કારમાં સવાર (૧) સુરપાલ સજુભા ગોહીલ (ઉ.વ.૩૦ રહે.ગામ-ઉમલાવ લક્ષ્મીપુરા,હરસિધ્ધી મંદિર ની પાછળ તા.બોરસદ જી.આણંદ ),(૨) રવિન્દ્રરાજ બહાદુર સીંગ (ઉ.વ.૫૫ રહે. તુલસી વાડી એ.કે.રોડ વાઘગાથ મંદિર વરાછા સુરત શહેર મૂળ રહે.ગામ-હરીહર પુરતા.થાના જયસીંગપુર જી.સુલતાનપુર યુપી.)ની અટકાયત કરી હતી.તેમજ કાર જેની કિંમત રૂપિયા ૨ લાખ તથા કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧,૬૦,૮૦૦/-તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૧૦,૫૦૦/-એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૭૧,૩૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590