Latest News

તાપી : ફરિયાદ ન નોંધતા વ્યારા નામદાર કોર્ટે કાકરાપાર પોલીસને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો

Proud Tapi 04 Jul, 2023 02:34 PM ગુજરાત

તાપી પોલીસ અધિક્ષક અને કાકરાપાર પોલીસને અરજી કર્યા ને પાંચ માસ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ ગુન્હો દાખલ ન કરાતાં, વ્યારા નામદાર કોર્ટ એ કાકરાપાર પોલીસને ગુનો દાખલ માટે હુકમ કર્યો છે.

 મળતી માહિતી અનુસાર કાકરાપાર ટાઉનશીપના મહિલા ઇન્દ્રગટી લક્ષ્મી પધ્મજા (રહે.સી-૮૬-૦૩, કે.પી.એસ. ટાઉનશીપ (અણુમાલા) કાકરાપાર તા.વ્યારા જી.તાપી)એ જયપ્રકાશ ભાઈ ચંદ્રિકાપ્રસાદ તિવારી (રહે.૨૫-શબરીમાલા સોસાયટી, કાનપુરા વ્યારા તા.વ્યારા જી.તાપી)પાસેથી વર્ષ ૨૦૧૯ માં રૂ.૪૮,૦૦,૦૦૦/- માં ઘર વેચાણથી લીધું હતું.જેમાંથી રૂ.૩૬,૦૦,૦૦૦/- જયપ્રકાશ તિવારીને ચુકવી આપી  અને ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા લોન કરાવવા માંગતા હતા.જેથી તેમણે મકાનના દસ્તાવેજ કરાવી આપવા જણાવતાં જ્યાં સુધી મકાનના પુરા રૂપિયા ચૂકવવામાં નહિ આવે ત્યાં સુધી દસ્તાવેજો નહિ કરવાનું જયપ્રકાશ તિવારીએ જણાવતા એ ઇન્દ્રગટી લક્ષ્મી પધ્મજાએ મકાન લેવાની ના પાડી હતી અને આપેલ  રૂ.૩૬,૦૦,૦૦૦/-ની માંગણી કરતા જયપ્રકાશએ વ્યવસ્થા કરીને રૂપિયા આપવાનું જણાવ્યું હતું.

ઇન્દ્રગટી લક્ષ્મી પધ્મજાએ  તા.૧૭/૦૩/૨૦૨૧ ના રોજ  ફોન કરી બોલાચાલી કરી "કલ તો તુમ્હારા બેટા તુમ્હારે સામને મરા હુઆ પડે તબ સમજ મે આયેગા ધોકા દેના ક્યા હોતા હૈ" તેમ કહી  જાનથી મારી નાખવાની ધમકી આપતા,જયપ્રકાશ તિવારીએ તા.૧૮/૦૩/૨૦૨૧ ના રોજ  કાકરાપારના પી.એસ.આઇ.ને ગંભીર પ્રકારના ગુનાની ફરિયાદ આપેલા હોવા છતાં પોલીસ દ્વારા એફ.આઇ.આર.નોંધવામાં આવી નહોતી.તેમજ  તા.૧૭/૦૩/૨૦૨૧ ના રોજ તાપી પોલીસ અધિક્ષક ને પણ ફરિયાદ કરી હતી, તેમ છતાં એફ.આઈ.આર.નોંધાવવામાં નહોતી આવી.

જે બાદ જયપ્રકાશ તિવારીએ નામદાર એડી.સિવિલ અને જ્યુડી,મેજી.ફ.ક.કોર્ટ વ્યારા ખાતે ફોજદારી પરચુરણ અરજી દાખલ કરી હતી.જે અરજી અન્વયે નામદાર કોર્ટએ તા.૨૭/૦૬/૨૦૨૩ ના રોજ શ્રીમતિ ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા વિરૂધ્ધ ઇ.પી.કો.કલમ ૫૦૬(૨) મુજબ ગુનો દાખલ કરવા કાકરાપાર પોલીસ મથકને હુકમ કર્યો હતો.ત્યારે કાકરાપાર પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી.તેમજ વ્યારા નામદાર કોર્ટ એ તે સમયના કાકરાપાર પોલીસ મથકના પી.એસ.આઇ.ને પણ આરોપી ઠરાવેલ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post